Divya Bhaskar (Gujarati), 04.05.2014 Jay Mishra, Vadodara |
શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા જાણીતા ફિલાટેલિસ્ટ પ્રશાંત પંડયાના કલેક્શનમાં રેર વિષયોનું ફિલાટેલિક કલેકશન છે. શહેરના આ પેશનેટ કલેક્ટર પાસે રેર વિષય પર કલકેશન છે. જેમાં 'સ્ટોરી ઓફ મિલ્ક’, 'રાજપીપળા સ્ટેટ’, 'બ્રિટિશ ઇન્ડિયા પોસ્ટલ સ્ટેશનરી’ અને 'ઇનોવેશન ઇન ૨૧ સેન્ચ્યુરી ઇન ઇન્ડિયન પોસ્ટલ સર્વિસીસ’ વગેરેનો સમાવેશ થાય છે. તેમના મતે આ કલેક્શનની હોબીને આજકાલના યંગસ્ટર્સ અપનાવે અને અને જ્ઞાનમાં વધારો કરી શકે છે. આ માટે તેમણે 'એડયુટેઇનમેન્ટ’ નામ આપ્યું છે. તેનો મતલબ છે એજ્યુકેશન પ્લસ એન્ટરટેઇનમેન્ટ.
તેમણે જણાવ્યું કે, 'મને નાનપણથી જ કલેક્શનનો શોખ હતો. મારું વતન રાજપીપળા છે. શરૂઆત મેં પોસ્ટલ સ્ટેશનરીના કલેકશનથી કરી હતી. ૧૯૭૮માં રાજપીપળા ખાતે ફિલાટેલિક સોસાયટીની સ્થાપના કરી અને યંગેસ્ટ ફાઉન્ડર મેમ્બર બન્યો. જેમાં એક સમયે બ્રેક લાગી. ફરીથી ૯૦ના દાયકામાં શરૂઆત કરી. મારું કલેક્શન વિષયને આધારિત ઇતિહાસથી લઇ વર્તમાન સુધીના ફિલાટેલિક ડેવલપમેન્ટની માહિતી દર્શાવે છે.’
સ્ટોરી ઓફ મિલ્ક
મિલ્ક પર ફિલાટેલિક કલેકશન કરતા વિશ્વના કદાચ એક માત્ર કલેકટર હું છું તેમ તેમણે કહ્યું હતું. જેમાં મિલ્કની પેદાશ અને તેના ઉત્પાદન, પ્રોસેસ, પશુઓ, અમૂલ સહિતના વિશ્વના મિલ્ક રિવોલ્યુશન અને તેને લગતી તમામ બાબતોની દેશ વિદેશનું સ્ટેમ્પ તેમજ કવરનું કલેકશન છે.
એવોર્ડ્સ પણ મળ્યા
પ્રશાંત પંડયાને બ્રાઝિલ ખાતે યોજાયેલી બ્રાઝિલિયાનામાં બ્રોન્ઝ, સ્પેન ખાતે સ્ટોરી ઓફ મિલ્કના કલેક્શન માટે બ્રોન્ઝ અન બેંગકોક ખાતે પણ સ્ટોરી ઓફ મિલ્કના કલેકશન માટે વર્મિલ એર્વોડ મળેલો છે.
પોસ્ટલ વિશેની માહિતી
રાજપીપળાસ્ટેટ : રાજપીપળા સ્ટેટની સ્ટેમ્પ તેમજ સ્ટેમ્પ લગાડેલા રેર પોસ્ટકાર્ડ, જે વિશ્વમાં ઓછા જોવા મળે છે. આ પોસ્ટકાર્ડ રાજપીપળાથી બરોડા આવતા.
બ્રિટિશઇન્ડિયા પોસ્ટલ સ્ટેશનરી : ૧૮પપથી ૧૯૪૭ સુધીના પોસ્ટકાર્ડ, કવર, રજિસ્ટર્ડ કવર, લેટરશિટ, ન્યુઝ પેપર મોકલવાના રેપર વગેરે છે. ૧૯૨૭માં બહાર પાડેલું ૩૭૦ એમએમ સાઇઝનું સૌથી મોટું રજિસ્ટર્ડ કવર પણ છે.
ઇનોવેશન ઇન ૨૧સેનચ્યુરી ઇન ઇન્ડિયન પોસ્ટલ સર્વિસિસ : આ કલકેશનમાં ૨૦૦૧થી ભારતીય ડાક વિભાગે શરૂ કરેલી નવીન સેવાઓ પર બહાર પાડવામાં આવેલા કવર અને સ્ટેમ્પસનું કલેક્શન છે.